China-Pakistan
PM મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધન કરતા ચીન અને પાકિસ્તાન (China-Pakistan) ના વિસ્તારવાદ અને આતંકવાદ પર જોરદાર પ્રહાર કર્યો હતો. વડાપ્રધાન મોદીએ બંને પાડોશી દેશનું નામ લીધા વગર કહ્યુ કે, ભારત આતંકવાદ (પાકિસ્તાન) અને વિસ્તારવાદ (ચીન) સમક્ષ ડટીને મુકાબલો કરી રહ્યું છે.
ચીન અને પાકિસ્તાન (China-Pakistan) ની સાથે તણાવની વચ્ચે પ્રાધનમંત્રીએ કહ્યું કે ભારતની સંપ્રભુતાનું સમ્માન આપણા માટે સર્વોચ્ચ છે. આપણા જવાન શું કરી શકે છે એ લદ્દાખમાં દુનિયાએ જોઇ લીધું છે. LoC થી લઇ LAC સુધી દેશની સંપ્રભુતા પર જે કોઇએ આંખ ઉઠાવી છે દેશએ તથા દેશની સેનાએ તેમનો એમની જ ભાષામાં જવાબ આપ્યો છે. હું આજે માતૃભૂમિ પર ન્યોછાવર એ તમામ જવાનોને નમન કરું છું. આતંકવાદ હોય કે વિસ્તારવાદ ભારત આજે જોરદાર મુકાબલો કરી રહ્યું છે. આજે દુનિયાનો ભારત પર વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
પીએમ મોદીએ કહ્યુ કે ભારત સતત પોતાના પાડોશી દેશો સાથે સાંસ્કૃતિક અને આર્થિક સંબંધો વધારે મજબૂત બને તે માટે પ્રયાસ કરે છે. જમીન સાથે જોડાયેલા હોય કે પછી સમુદ્ર સાથે જોડાયેલા હોય, ભારતે હંમેશા તેમની સાથે સંબંધો મજબૂત કરવાના પ્રયાસો કર્યા છે. પોતાના સંબંધોને ભારતે સુરક્ષા, વિકાસ અને વિશ્વાસની ભાગીદારી સાથે જોડી દીધા છે.
તેમણે વધુમાં કહ્યું કે 192માંથી 184 દેશોએ ભારતને સંયુકત રાષ્ટ્રમાં અસ્થાયી સભ્યતા માટે ભારતને સમર્થન આપ્યું હતું. વિશ્વમાં કેવી રીતે આપણે પહોંચ વધારી છે તેનું આ ઉદાહરણ છે. આ ત્યારે થાય છે જ્યારે ભારત સશકત હોય, જ્યારે ભારત સુરક્ષિત હોય.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.