MS Dhoni Retirement

ભારતીય ક્રિકેટ ઇતિહાસના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ 15 ઓગસ્ટ એટલે કે ભારતના 74માં સ્વતંત્રતા દિવસે જ નિવૃત્તિની (MS Dhoni Retirement) જાહેરાત કરી. ધોનીએ શનિવારે સાંજે સાત વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ (MS Dhoni Retirement) લેવાની જાહેરાત કરી હતી. જતા જતા ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘અત્યાર સુધી તમારા પ્રેમ અને સાથ બદલ આભાર. આજ સાંજથી મને હવે નિવૃત્ત સમજજો.

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

 

Thanks a lot for ur love and support throughout.from 1929 hrs consider me as Retired

A post shared by M S Dhoni (@mahi7781) on

ધોની આઈપીએલમાં (IPL) ભાગ લેવા માટે ચેન્નઇ ટીમના કેમ્પમાં પહોંચી ગયો છે. પણ શું ધોનીને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ નિવૃતિ લઈ લેવા માટે જાન્યુઆરીમાં જ આકરા સંકેતો આપ્યા હતા? જાન્યુઆરીમાં એક એવી ઘટના ઘટી હતી જેના કારણે સૌને એવું લાગી રહ્યું હતું કે હવે ધોનીનું આંતરાષ્ટ્રીય કરિયર સમાપ્ત થઈ જશે.

ધોનીની ઇન્ટરનેશનલ વનડેની કારકીર્દી રન આઉટથી શરૂ થઇ અને રન આઉટ પર ખતમ થઇ. ધોની તેના પહેલા ઇન્ટરનેશનલ મેચમાં શૂન્ય પર આઉટ થયો હતો. ઇન્ટરનેશનલ ઇનીંગ્સની શરૂઆત બાંગ્લાદેશ વિરૂદ્ધ કરી હતી.

ધોનીના પ્રશંસકો માટે 10 જુલાઇનો એ દિવસ કાયમી યાદ રહેશે કેમકે એ દિવસે છેલ્લે ધોની ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે રમ્યો હતો. આ મેચમાં ધોનીએ 50 રનની શાનદાર રમત રમી હતી. આ મેચમાં તે રન આઉટ થયો હતો. જો કે ધોનીના આઉટ થવાને લઇને ખુબજ વિવાદ થયો હતો. કહેવાય છે કે જે બોલ પર તે આઉટ થયો તે નો બોલ હતો.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024