Ahmadabad

અમદાવાદ (Ahmadabad) શહેરમાં સોમવારની રાતે બે કલાકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં ચોતરફ પાણી ભરાવવાના દૃશ્યો જોવા મળ્યા હતા. સોમવારની રાતે ૮થી ૧૦ના સમયગાળામાં પૂર્વ વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો તો પશ્ચિમ વિસ્તારોમાં બે ઇંચ જેટલો વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

પહેલાં શહેરના પૂર્વ વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તો પછી પશ્ચિમ વિસ્તારોમાં મેઘો ફરી વળ્યો હતો.

અમદાવાદ (Ahmadabad) માં આખા દિવસના ઉકળાટ બાદ રાત્રે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જીવરાજપાર્ક, શ્યામલ, મેમનગર, ઈસ્કોન, પ્રહલાદનગર, મોટેરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, બોપલ, ઘાટલોડિયા, સૈજપુર, ઇસનપુર, સરખેજ, રાણીપ, ગોતા, ન્યુ રાણીપ સહિતના આખા અમદાવાદમાં વરસાદની પધરામણી થઈ હતી. ભારે વરસાદના કારણે મીઠાખળી અને શાહીબાગ અંડરપાસમાં પાણી ભરાઇ જવાને કારણે બંધ કરવા પડ્યા હતા.

Ahmadabad શહેરમાં બે કલાકમાં સરેરાશ સવા બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. શાહીબાગ અને મીઠાખળી અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરવા પડયા હતા જ્યારે ૧૦૦થી વધુ સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વરસાદને કારણે રોડ ઉપર પાણી ભરાઇ જતાં વાહનો ખોટકાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024