Loss
રાજ્યમાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગ્ણી પ્રસરી ગઈ છે. જો કે, રાજ્યમાં હાલ 85 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે ખેડૂતોએ વાવણી પણ મોટા પ્રમાણમાં કરી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ 95 ટકા વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં તેલીબિયાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે. પરંતુ વધુ પડતા ભારે વરસાદના કારણે ડાંગરના પાકને મોટું નુકસાન (Loss) પહોંચ્યું છે.
ડાંગરના પાકને અંદાજિત 100 કરોડ રૂપિયાના નુકસાન (Loss) ની આશંકા છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેતરોમાં ચારેબાજુ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. ચાલું વર્ષે રાજ્યમાં 500 કરોડના ડાંગરની વાવણી કરવામાં આવી છે. મોટા ભાગના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ડાંગરનો પાક બગડી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે 38 હજાર હેકટરમાં ડાંગરનું વાવેતર થયું છે. આ સિવાય ડાંગર ઉપરાંત શાકભાજીના પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.
આડેધડ ઝીંગા તળાવો બનતા હજારો હેકટર જમીન ખેતરોમાં પાણી ભરાયા છે. ડાંગર ઉપરાંત શાકભાજીના પાકને પણ વ્યાપક નુકશાન થયું છે. તો સુરતમાં ડાંગરને અંદાજિત 100 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી પડી રહેલા વરસાદથી ડાંગરને નુકસાન થયું છે. તેમજ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં રૂપિયા 500 કરોડની વાવણી કરવામાં આવી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.