ST Bus
આજથી 21મી ઑગસ્ટથી સુરત ડેપો માટે બસ સેવા (ST bus) શરૂ થશે. જોકે, પહેલાંની જેમ જ સુરત સુધી આવતી બસોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રકારે જ બૂકિંગ થશે. તેમજ મુસાફરોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે અને તેમનું ટેમ્પરેચર પણ ચેક કરવામાં આવશે.
સુરત શહેરમાં કોરોના વાયરસ બેકાબૂ બનતા ગત 27મી જુલાઈએ સુરતથી અને સુરત સુધીની તમામ એસ.ટી. બસ (ST bus) રદ કરવામાં આવી હતી. જોકે, હવે તંત્રએ ફરીથી સુરતથી અને સુરત સુધીની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
- આ પણ વાંચો : 22-23 August : આ જિલ્લાઓમાં થશે ભારેથી અતિભારે વરસાદ
- આ પણ વાંચો : Loss : ભારે વરસાદને કારણે ડાંગરના પાકને કરોડોનું નુકસાન
ગત 27મી જુલાઈએ સુરતમાં કોરોનાનો રાફળો ફાટતા પહેલાં 10 દિવસ માટે બસ સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, 6 ઑગસ્ટના રોજ સ્થિતિ વણસેણી જણાતા વધુ 7 દિવસ માટે બસ સેવા (ST bus) બંધ કરવામાં આવી હતી. તેમજ 14મી ઑગસ્ટે આ બસ સેવા વધુ 7 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
તો આજે 21મી ઑગસ્ટથી આ નિર્ણના અનુસંધાનમાં સુરતથી એક્સપ્રેસ બસો રાજ્યમાં વિવિધ ઠેકાણે દોડશે. એસ.ટી. બસોને રાત્રિ મુસાફરીની પણ પરવાનગી હોવાના કારણે રાબેતા મુજબ પરિવહન થશે તેમજ મુસાફરો ઑનલાઇન બુકિંગનો લાભ પણ ઉઠાવી શકશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.