Orange alert
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 22-23 ઓગસ્ટ એટલે કે શનિ-રવિના રોજ ગુજરાતમાં જળબંબાકાર વરસાદની આગાહી કરવામાં આવી છે. તેથી આખા ગુજરાત રાજ્યને શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ અલર્ટ (Orange alert) આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી 3-4 દિવસ માટે નદીમાં ભારે પૂરની શક્યતા સેવાઇ રહી છે. આ ઉપરાંત અમદાવાદમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે.
22 ઓગસ્ટે શનિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ, નર્મદા, ભરૂચ, ડાંગ, દાહોદ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુરમાં પડી શકે છે ભારે વરસાદ.
23 ઓગસ્ટે રવિવારે ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, દીવ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, વલસાડ અને દમણમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
ઉપરાંત નર્મદા, તાપી, દમણગંગા અને મહી નદીરના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે આગામી 3-4 દિવસ માટે આ નદીઓમાં ભારે પૂર આવવાની પણ સેન્ટ્રલ વોટર કમિશન (CWC)દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક મોટી નદીઓમાં જળસ્તર વધવાથી શકયતા સેવાઈ રહી છે. નદીમાં પૂરની સ્થિતિની પણ આશંકા છે. લોપ્રેસર સર્જાતા ભારે વરસાદની આગાહી કરાતા ખેડૂતોના માથે એક મોટી ઘાત દેખાઈ રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.