Sonu Sood
બોલિવૂડ એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) બિહારનાં એક ખેડૂતની મદદ કરી છે. તેણે ખેડૂતને ભેંસ ખરીદી આપી છે. સોનૂએ આ ભેંસનો ફોટો શેર કરી ટ્વિટમાં પોતાની ખુશી જાહેર કરી છે.
I was not as excited buying my first car as I was excited buying a new buffalo 🐃 for you.
Will drink a glass of fresh buffalo milk when I come to Bihar. ❤️ https://t.co/6I6azJZ3gZ— sonu sood (@SonuSood) August 21, 2020
સોનૂ સૂદને ટેગ કરીને ટ્વિટર પર એક અકાઉન્ટમાં લખવામાં આવ્યું હતું કે, ‘ચંપારણનાં ભોલાએ પૂરમાં તેનાં દીકરા અને ભેંસ ગુમાવી દીધી. આ ભેંસ તેની કમાણીનું સાધન હતી. એક દીકરાને ગુમાવવાનું દર્દ કોઇ દૂર ન કરી શકે. પણ સોનૂ સૂદ અને નીતિ ગોયલે તેને ભેંસ અપાવી. જેથી તે તેનાં જીવનનો ગુજારો કરી શખે. અને તેનાં બાળકોની દેખરેખ રાખી શકે.’ આ ટ્વિટમાં ભેંસની તસવીર પણ શેર કરવામાં આવી છે.
આ પોસ્ટને રીટ્વિટ કરતાં સોનૂ સૂદે તેનાં એકાઉન્ટ પર લખ્યું છે કે, ‘મે મારી પહેલી કાર ખરીદી હતી ત્યારે મને એટલી ખુશી નહોતી થઇ જેટલી આપનાં માટે ભેંસ ખરીદીને થઇ છે. જ્યારે હું બિહાર આવીશ તો આપની ભેંસનું તાજુ દૂધ પીશ.’ સોનૂ સૂદની આ પોસ્ટ પર લોકોએ તુંરત જ પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધુ હતું. સોનૂ સૂદે તેનાં આ નેક કાર્યથી ફરી એક વખત બધાનું દિલ જીતી લીધુ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.