Patan
પાટણ (Patan) જિલ્લામાં રવિવારે વરસેલા અનરાધાર વરસાદથી જિલ્લામાં મકાન પડવા તેમજ ઘરોમાં પાણી ભરાઈ જવાના બનાવો બન્યા હતા. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર ખાસ અસર જોવા મળી હતી. ઉપરાંત પાટણ (Patan)ના નવા ડેપોમાં પાણી ભરાઈ જવાથી મુસાફરો પરેશાનીમાં મુકાઈ ગયા હતા. ભારે વરસાદના પગલે આનંદ સરોવર ઓવર ફલૉ થયું હતું જેથી કેનાલના દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. નજીકની સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘુસ્યા હતા.
આ પણ જુઓ : Job Portal : 11 જુલાઇએ વડા પ્રધાન દ્વારા લોન્ચ કરાયેલ જોબ પોર્ટલથી યુવાનોને મળી નોકરી
ભારે વરસાદના પગલે પાટણ શહેરમાં આનંદ સરોવરથી રેલવે ગરનાળા સુધી વરસાદી પાણીભરાઈ ગયા હોવાથી વાહન પસાર ન થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી આવા સંજોગોમાં ચીફ ઓફિસરે પાલિકાની બોટમાં ફરીને પરિસ્થિતિની જાણકારી મેળવી હતી સાથે નવીન બોટનું ટ્રાયલ પણ લીધું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.