રોટરી ક્લબ પાટણ દ્વારા કોવિડ -19 માં GUJCET પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક માસ્ક વિતરણ, પાણીની બોટલ, સેનેટાઈઝર ની સુંદર સેવા.
COVID -19 ની મહામારીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પછી ની આયોજિત ગુજકેટ પરીક્ષા ના પી.પી. જી. એક્સપરિમેન્ટલ હાઇસ્કુલ પરીક્ષા કેન્દ્ર પરના 240 જેટલા વિદ્યાર્થીઓ અને પરીક્ષા માં રોકાયેલ તમામ સ્ટાફ માટે રોટરી ક્લબ પાટણ દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ, પાણીની બોટલ, સેનેટાઈઝર ની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હતી.
આ ઉપરાંત પરીક્ષા માં રોકાયેલ તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓના શરીરના તાપમાન માપવામાં આવ્યા હતા પરીક્ષા માં રોકાયેલા સ્ટાફ માટે હેન્ડ ગ્લ્વઝની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
COVID -19ની સાવધાનીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ પાટણની સુંદર પહેલની સરાહના શાળાના આચાર્યશ્રી, સમગ્ર સ્ટાફ અને વાલીઓ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે રોટરી કલબ – પાટણના પ્રમુખ રો. રણછોડભાઈ પટેલ, શાળાના આચાર્ય તથા આ પ્રોજેક્ટના ચેરમેન ધનરાજભાઇ ઠક્કર,શાળાના સુપ.રમેશભાઈ પટેલ, પ્રોજેક્ટ કૉ. ચેરમેન રાજેન્દ્ર પટેલ તથા મંત્રી ઝુઝારસિંહ સિંહ સોઢા ઉપરાંત આરોગ્ય વિભાગમાંથી જયેશભાઇ ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર પ્રોજેક્ટની સમગ્ર શાળા પરિવારે સરાહના કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.