Narmada Dam
ગુજરાતની નર્મદા ડેમ (Narmada Dam)ની સપાટીમાં છેલ્લા 8 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા 1200 મેગાવોટનાં રિવર બેડ પાવર હાઉસના 5 યુનિટ શરૂ કરાયા છે. હાલ ડેમના દરવાજા પર 10 મીટર સુધી પાણી ભરાઈ ગયેલ છે. હાલની નર્મદા ડેમ (Narmada Dam)ની જળ સપાટી 131.01 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમમાં પાણીની આવક 85,390 ક્યૂસેક થઈ છે. ડેમના ગેટ લાગ્યા બાદ ડેમને 138.68 મીટર સુધી ભરી શકાય છે.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : IPL 2020 માંથી આ બેટ્સમેન ટૂર્નામેન્ટથી બહાર
હાલ નર્મદા ડેમના 10 ગેટ ખોલી 1 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા જિલ્લાના 3 તાલુકાના 21 ગામો સહિત વડોદરા, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત માટે કેનાલમાં 6000 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે રાજ્યના ખેડૂતોને સિંચાઈ માટે અને પીવા માટે પાણી પહોંચાડવા ડેમ સક્ષમ છે.
આ પણ જુઓ : Global Times ના સર્વે મુજબ ચીનની પ્રજાને મોદી સરકાર છે વધારે પ્રિય
ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે અને નર્મદા બંધના સરોવરમાં 138.68 મીટર સુધી પાણી ભરી શકવાના છે એટલે આ વર્ષ ખૂબ સારું છે. નર્મદા ડેમના દરવાજા 121.92 મીટર પર બેસાડવામાં આવ્યા છે ત્યાર બાદ ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર થઈ છે. જો દરવાજા બેસાડવામાં ન આવ્યા હોત તો ડેમ હાલમાં ઓવરફ્લો થતો હોત.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.