Patan
પાટણ (Patan)માં શનિવારે બપોરે 1:45 કલાકના સમયમાં ચાલુ ગાડીમાં આગ લાગવાની ઘટના બની હતી. શનિવારે બપોરે 1:45 કલાકે એક એસેન્ટ ગાડી આનંદ સરોવરથી સુભાષ ચોક તરફ જઈ રહી હતી. તે દરમિયાન જલારામ ચોકડીથી સુભાષ ચોક વચ્ચે વણકરવાસ પાસે ગાડીમાં આગળના ભાગે આકસ્મિક આગ લાગી હતી. તે જોતાંની સાથે જ ડ્રાઈવર ગાડીને બ્રેક મારી નીચે ઉતરી ગયો હતો.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : Twitterએ Copy-Paste ટ્વીટને લઇ લીધો મોટો નિર્ણય
આ ઘટના જોતા જ આસપાસમાંથી લોકો દોડીઆવ્યા હતા અને ગાડી પર પાણી અને રેતી નાખી આગને બુઝાવી દીધી હતી. જોકે ડ્રાઈવરે ગાડી ઉભી રાખી નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.