Patan
પાટણ (Patan)માં પ્રાથમિક શાળાની પાછળ મેદાનમાં અને સાતલપુરના બોરડા ગામેથી પોલીસે જુગાર રમતા આઠ વ્યક્તિઓની રૂ. 9710 ની રોકડ સાથે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
આ પણ જુઓ : Patan : પાટણમાં ચાલતી કારમાં લાગી આગ
પાટણ (Patan)માં પોલીસને બાતમી મળી હતી કે મેનાબેન મોદી પ્રાથમિક શાળાની પાછળ મેદાનમાં જુગાર રમાઈ રહ્યો છે. જેથી બાતમીના આધારે પોલીસની ટીમે રેડ પાડી હતી. જે દરમિયાન જુગાર રમતા પાંચ શખ્સો ભરતભાઈ મેરાભાઈ ભરવાડ, સંજય ઠાકોર, શીવાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ, લાલાભાઇ બલાભાઇ ભરવાડ, દિલીપભાઈ હરિભાઈ ભરવાડને રૂ. 5770 ની રોકડ સાથે પકડી પાડયા હતા. તેમની સામે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી.
આ પણ જુઓ : New Delhi રેલવે સ્ટેશન પરથી 504 સોનાના બિસ્કિટ સાથે 8 વ્યક્તિની ધરપકડ
ઉપરાંત પોલીસને સાંતલપુર તાલુકાના બોરુડા ગામે સીમ વિસ્તારમાં ખેતરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડી ત્રણ શખ્સો નાનજીભાઈ કરશનભાઈ ઠાકોર, સોડાભાઈ ચોથાભાઈ ઠાકોર, માનસંગભાઇ મફાભાઈ ઠાકોરને રૂ. 3940 રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે તમામ જુગારીઓ સામે વારાહી પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.