Heavy Rains

Heavy Rains

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ (Heavy Rains)ની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 217 તાલુકામાં વરસાદ પડ્યો છે. ઉપરાંત આજે સવારે 6 કલાકથી 10 કલાક સુધીમાં 185 તાલુકામાં વરસાદ પડ્યો છે. ગુજરાતમાં વરસાદી એલર્ટ દરમિયાન જુદી-જુદી 13 જગ્યાએ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. 

આ પણ જુઓ : Unlock 4 : ગૃહ મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું શું ખુલશે

વ઼ડોદરાના જરોદ સ્થિત આવેલા એનડીઆરએફ હેડ ક્વાર્ટરથી રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ મોકલવામાં આવી છે. જેમાં ભરૂચ, સુરત, મોરબી, દાહોદ, દ્વારકા, ભુજ, નવસારી, ગીર સોમનાથ અને ગાંધીનગરમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદ (Heavy Rains)ને કારણે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એનડીઆરએફની 13 ટીમ તૈનાત કરવામાં આવી છે.

આ પણ જુઓ : સરદાર સરોવર ડેમની જળ સપાટી વધતા 52 ગામોને એલર્ટ, NDRFની ટીમ તૈનાત

રાજ્યમાં વરસાદને પગલે કુલ 149 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યના 21 હાઈવે પણ બંધ છે. કચ્છમાં એક નેશનલ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે. કચ્છમાં આ વર્ષે સીઝનનો 238 ટકા વરસાદ થયો છે. ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા બે દિવસ રવિવાર અને સોમવારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024