Dr. Kafil Khan
ડૉક્ટર કફીલ ખાન (Dr. Kafil Khan) પર આરોપ હતો કે તેમને નાગરિકતા અંગેના નવા કાયદા અને નાગરિકોના નવા રજિસ્ટર અંગે ભડકામણું ભાષણ કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ અલીગઢના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટે ડૉક્ટર કફીલ ખાનની ધરપકડ કરાઈ હતી. છેલ્લા થોડા મહિનાથી ડૉક્ટર કફીલ ખાન મથુરાની જેલમાં કારાવાસ ભોગવી રહ્યા હતા.
ડૉક્ટર કફીલ ખાન (Dr. Kafil Khan)ની માતા નુઝહત પરવીને પોતાના પુત્રને મુક્ત કરવા માટે અલાહાબાદ હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી. અલાહાબાદ હાઇકોર્ટે ડૉક્ટર કફીલ ખાનને તત્કાળ મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે ડૉક્ટર કફીલ ખાનની રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરી હતી.
આ પણ જુઓ : Russia : રશિયામાં એક મહિલાના શરીરમાંથી જીવતો સાપ નીકળ્યો
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ ડૉક્ટર કફીલ ખાનને મુક્ત કરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. અલાહાબાદ હાઇકોર્ટે ડૉક્ટર કફીલને મુક્ત કરવાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે ડૉક્ટર કફીલ ખાનને રાષ્ટ્રીય સુરક્ષા ધારામાં પકડવા પડે એવો કોઇ કેસ બનતો નથી. તેમને કારાવાસમાં રાખવાનો સમયગાળો પણ ગેરકાયદે હતો.
આ પણ જુઓ : C.R.Patil અંબાજી દર્શનથી ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે
ડૉક્ટર કફીલ ખાનને ત્રણ માસ માટે રાસુધા હેઠળ પકડ્યા હતા. ત્યારબાદ આ જોગવાઇ બીજા ત્રણ માસ લંબાવાઇ હતી. હાઇકોર્ટે એ સમગ્ર પ્રક્રિયાને ગેરકાયદે ગણાવીને તેમને તત્કાળ મુક્ત કરવા આદેશ આપ્યો.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.