Privatization of banks
મોદી સરકાર દેશના બેન્કિંગ સેક્ટરમાં પણ બહુ જલદી ખાનગીકરણ (Privatization of banks)ની દિશામાં આગળ વધી શકે છે. નીતિ આયોગે આ માટેની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરી દીધી છે. આયોગે કેન્દ્ર સરકારને દેશમાં માત્ર ચાર જ સરકારી બેન્ક રાખવા માટે સલાહ આપી છે.
આ ચાર બેન્કોમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક અને કેનેરા બેન્ક સામેલ છે. આ સિવાય બીજા ત્રણ નાની સરકારી બેન્કો પંજાબ એન્ડ સિંધ બેન્ક, બેંક ઓફ મહારાષ્ટ્ર અને યુકો બેન્કનુ ખાનગીકરણ કરવાનુ સૂચન કર્યુ છે. અન્ય સરકારી બેંકો બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક અને ઈન્ડિયન બેંકનું ચાર સરકારી બેંકોમાં વિલિનીકરણ કરાશે અથવા તો તેમાંથી સરકાર પોતાની ભાગીદારી ઘટાડીને 26 ટકા કરી દેશે.
આ પણ જુઓ : સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311માંથી BJPએ જીતી 281 સીટ
સરકારના સૂત્રોનુ કહેવુ છે કે, બેંકોને મોટા પાયે મૂડીની જરુર પડવાની છે. જેથી જે સરકારી બેન્કોની આર્થિક સ્થિતિ નબળી છે તેના ખાનગીકરણથી સરકારને રાહત મળશે. કારણકે આ બેન્કોમાં સરકારે દર વર્ષે મૂડીરોકાણ કરવુ પડશે. આ પ્રસ્તાવને બહુ જલદી કેબિનેટ સમક્ષ મુકવામાં આવશે. બેન્કોના ખાનગીકરણ માટે મોદી સરકાર 1970માં બનેલા બેન્કોના રાષ્ટ્રીયકરણના કાયદાને ખતમ કરી શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.