Vaccine trial
હાલ દેશોમાં કોરોના વાયરસના વેક્સિનના ટ્રાયલ (Vaccine trial) ચાલી રહ્યા છે. આ સંજોગોમાં એક મોટો આંચકો લાગ્યો છે. એસ્ટ્રાજેનેકા (AstraZeneca) અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીનના ટ્રાયલને રોકી દેવામાં આવ્યો છે. માનવ પરીક્ષણમાં એક વ્યક્તિના બીમાર પડ્યા બાદ આ ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે.
આ વેક્સીનનું નામ AZD1222 રાખવાનમાં આવ્યું હતું. WHO મુજબ દુનિયાના અન્ય વેક્સીન ટ્રાયલની તુલનામાં આ સૌથી આગળ ચાલી રહ્યું હતું. અહીં ત્રીજા ચરણના ટ્રાયલ થઈ રહ્યું છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રવક્તાએ કહ્યું કે, મોટા ટ્રાયલમાં બીમાર પડવાની પૂરી આશંકા છે પરંતુ તેને ધ્યાનપૂર્વક ચેક કરવા માટે તેની સ્વતંત્ર તપાસ ખૂબ જરૂરી છે.
આ પણ જુઓ : Indian Railway સ્લીપર અને જનરલ કોચને AC કોચમાં અપગ્રેડ કરશે
#BREAKING AstraZeneca pauses Covid-19 vaccine trial: statement pic.twitter.com/a2T49oCuCZ
— AFP news agency (@AFP) September 8, 2020
એસ્ટ્રાજેનેકાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ એક રૂટીન બ્રેક છે કારણ કે પરીક્ષણમાં સામેલ વ્યક્તિની બીમારી વિશે હજુ સુધી કંઈ સમજમાં નથી આવી રહ્યું.
AFPના અહેવાલ મુજબ, સમગ્ર દુનિયામાં ચાલી રહેલા ટ્રાયલને હાલ રોકી દેવામાં આવ્યા છે. હવે એક સ્વતંત્ર તપાસ બાદ જ તેને ફરીથી શરુ કરી શકાશે. કોરોના વેક્સીનના ત્રીજા ચરણના ટ્રાયલમાં લગભગ 30 હજાર લોકો સામેલ છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.