Navratri
વૈશ્વિક મહામારી કોરોના દરમ્યાન આગામી સમયમાં નવરાત્રિ (Navratri) થશે કે નહીં તેને લઈને અજમંસજની સ્થિતિ સર્જાઈ છે. તો આજે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે એક નિવેદન આપ્યું છે. નવરાત્રિના મુદ્દાને લઈને નીતિન પટેલે જણાવ્યું છે કે, નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે. તથા શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તે વિશે પણ ચર્ચા કરવાની વાત કરી છે.
જો કે, નીતિન પટેલના આજના નિવેદન પછી એવું લાગી રહ્યું છે કે, કોરોના વચ્ચે પણ રાજ્ય સરકાર નવરાત્રિ (Navratri) માટે પરમિશન આપી શકે છે. નવરાત્રિના મુદ્દાને લઈને નીતિન પટેલે વધુમાં કહ્યું કે, ગુજરાતની નવરાત્રિ દેશ દુનિયામાં જાણીતી છે. રાજ્યમાં પણ ખેલૈયાઓ નવરાત્રિ માટે આતુર બનીને રાહ જોતા હોય છે. ત્યારે કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક હોવાનું જણાવ્યું છે.
- Surat રત્નકલાકાર સંઘના પ્રમુખે મોતની છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું
- Delhi: 90 વર્ષની વૃદ્ધા પર ૩૩ વર્ષના યુવકે ક્રૂર રીતે આચર્યું દુષ્કર્મ
- Monsoon forecast: પાંચ દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે જરૂરી છે. નીતિન પટેલે પોતાના નિવેદનમાં 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવા મુદ્દે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, શાળાઓ ચાલુ કરવા કેન્દ્રની ગાઈડલાઈન હજુ પણ સ્પષ્ટ નથી. કોરોના પક્ષ, જાતિ કે પ્રદેશ જોતો નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.