Home Minister Amit Shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાને થોડા જ દિવસ થયા હતા ને ફરીથી તેમનું સ્વાસ્થ્ય બગડતા શનિવારે મોડી રાતે 11 વાગે અમિત શાહને ફરીથી દિલ્હીની AIIMS માં દાખલ કરાયા છે.
આ પણ જુઓ : રિયાએ NCB ને 25 નશેબાજ લોકોના નામ આપ્યા, આ 5 નામ ટોપ લિસ્ટમાં
અમિત શાહે તાજેતરમાં જ કોરોના વાયરસને માત આપી હતી. ત્યારબાદ સ્વાસ્થ્ય બગડતા હાલ તેઓ એમ્સ (AIIMS) ના કાર્ડિયો ન્યૂરો ટાવરમાં દાખલ છે. રિપોર્ટ્સમાં થઈ રહેલા દાવા મુજબ કોરોના વાયરસને માત આપી સાજા થયા બાદ તેઓ શ્વાસ સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.
આ પણ જુઓ : Pakistan માં બાળકો સામે વિદેશી મહિલા સાથે ગેંગરેપ
આ અગાઉ પણ તેઓને કોરોના વાયરસથી સાજા થયા બાદની સારસંભાળ માટે એમ્સમાં દાખલ થયા હતાં અને 31મી ઓગસ્ટે તેમને રજા આપવામાં આવી હતી. જે બાદ ફરી તેમની તબિયત બગડી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.