Raghuvansh Prasad Singh

Raghuvansh Prasad Singh

પૂર્વ કેન્દ્રીય મંત્રી રઘુવંશ પ્રસાદ સિંહ (Raghuvansh Prasad Singh) નું દિલ્હી એમ્સમાં આજે નિધન થયું. બે દિવસ પહેલા તેમની તબિયત બગડી હતી. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતા તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતાં. તબિયત ખરાબ હોવાના કારણે તેઓ AIIMSના આઈસીયુ વોર્ડમાં દાખલ હતાં. આ અગાઉ આઈસીયૂમાંથી જ તેમણે રાષ્ટ્રીય જનતા દળ (RJD)માંથી રાજીનામું આપવા માટે પત્ર લખ્યો હતો. 

આ પણ જુઓ : ઓક્સફર્ડની કોરોના વેક્સીન ટ્રાયલને ફરીથી બ્રિટને મંજૂરી આપી

રઘુવંશ પ્રસાદ સિંહના નિધન પર આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે પ્રિય રઘુવંશ બાબૂ! આ તમે શું કર્યું? મે તમને પરમ દિવસે જ કહ્યું હતું કે તમે ક્યાંય નથી જઈ રહ્યા. પરંતુ તમે આટલા દૂર જતા રહ્યાં. નિ:શબ્દ છું. દુ:ખી છું. ખુબ યાદ આવશો.

આ પણ જુઓ : Satellite launching : ચીનનું Gaofen-02C સેટેલાઈટ લૉન્ચિંગ થયું ફેલ

છેલ્લા 32 વર્ષથી રઘુવંશ પ્રસાદ સિંહ લાલુ પ્રસાદ યાદવ સાથે જોડાયેલા હતાં. તેમણે દિલ્હી એમ્સના આઈસીયુથી પોતાનું રાજીનામું રાંચી રિમ્સમાં સારવાર કરાવી રહેલા લાલુ પ્રસાદ યાદવને મોકલ્યું હતું.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024