Rajkot fire

UPSC jihad program

સુદર્શન ચેનલના યુપીએસસી જિહાદ કાર્યક્રમ (UPSC jihad program) ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુસ્લિમ સમુદાય દ્વારા સિવિલ સર્વિસિઝમાં પ્રવેશ મેળવવા મુદ્દે આ ચેનલ દ્વારા એક કાર્યક્રમ બતાવવામાં આવી રહ્યો હતો. બિન્દાસ બોલ શો હેઠળ યુપીએસસી જિહાદ ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

17 સપ્ટેમ્બરે કોર્ટે આ મુદ્દે વિગતે સુનાવણી કરવાના આદેશ આપ્યા છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાયને બદનામ કરવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમના 9 એપિસોડ છે જેમાંથી પહેલાં 2 એપિસોડ ઉપર પ્રતિબંધ મુકાયો છે અને બાકીના 7 એપિસોડ અંગે આગામી સમયમાં નિર્ણય લેવાશે.

આ પણ જુઓ : રાજ્યસભામાં પાસ થયું વિમાન સુધારણા બિલ 2020, આ સુધારાઓ કરવામાં આવ્યા

કોર્ટે જણાવ્યું કે, એક સમુદાય કે તેના લોકોને ટાર્ગેટ કરીને બતાવવામાં આવતા કાર્યક્રમોને રજૂ કરવાની પરવાનગી ન આપી શકાય. આ કાર્યક્રમ દેખીતી રીતે જ મુસ્લિમ સમુદાયને બદનામ કરવાના પ્રયાસ સમાન છે. કોઈપણ સમુદાયને કલંકિત કરવાના આવા પ્રયાસોને અટકાવવા જ જોઈએ. અમારા મતે પાંચ સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવે જે ઈલેક્ટ્રોનિક મીડિયાના માપદંડો નક્કી કરે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024