PM Modi
આવતીકાલે એટલે કે, 17 સપ્ટેમ્બરના રોજ આપણા દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તો PM મોદીએ પોતાના પક્ષ ભાજપ અને કેબિનેટના સહયોગીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેમના જન્મદિવસે કોઇપણ પ્રકારની ઉજવણી કરવામાં આવે નહીં.
આ વાતને સમર્થન આપતા પાર્ટીએ નિર્ણય કર્યો છે કે, PM મોદીના જન્મદિવસને સેવા દિવસ તરીકે મનાવવામાં આવે. જો કે, આ વર્ષે પણ ભાજપ દ્વારા સપ્ટેમ્બરની 14 થી 20 તારીખને સેવા અઠવાડિયા તરીકે મનાવવામાં આવી રહ્યો છે.
- આ પણ વાંચો: AMDAPARK: AMC એ બનાવી પાર્કિંગ કરવા માટેની એપ્લિકેશન
- Rajasthan: ચંબલ નદીમાં બોટ પલટી જતાં 11 લોકોનાં મોત થયા
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ સેવા સપ્તાહ હેઠળ બધા સંગઠનાત્મક એકમો તેમજ કાર્યકર્તાઓને ગરીબ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અભિયાન સંબંધિત સેવા ગતિવિધિઓને આયોજિત કરવાનો નિર્દેશ કર્યો છે.
આ ઉપરાંત 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસ પર બધા કાર્યકર્તાઓ પોત-પોતાના ક્ષેત્રોમાં અલગ-અલગ કાર્યક્રમ કરાવશે. દેશના દરેક રાજ્યમાં એક વર્ચ્યુઅલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.