Birthday
આજે 17મી સપ્ટેમ્બરે દેશના લોકલાડીલા વડાપ્રધાન મોદીની 70મી જન્મદિવસ (Birthday) ઊજવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના માર્ગદર્શનમાં મોટું આયોજન થયું છે.
ગુજરાતનો જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ છલોછલ ભરાઇ ગયો છે. તો આ સરદાર સરોવર નર્મદા ડેમને છલોછલ ભરીને રાજ્ય સરકારે PM મોદીને તેમના જન્મદિને (Birthday) ભેટ અપી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની ઓફિસેમાંથી નર્મદા મૈયાનું ઇ-પૂજન (E-poojan) કર્યું છે. તો આજે રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાના નીરના વધામણા કર્યા છે. નર્મદા ડેમની સપાટી 138.68 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમનાં ત્રણ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદા મૈયાનું ઇ-પૂજન બાદ ગુજરાતનાં લાડીલા પીએમ મોદીને જન્મદિનની (Birthday) શુભેચ્છાઓ આપી હતી. તથા આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સરદાર વલ્લભભાઇનું સપનું હતુ કે નર્મદા નદી પર ડેમ બને અને લોકોને પીવાનું પાણી, સિંચાઇ, પશુપંખી માટે પાણી, ખેતી માટે પાણી મળે તથા નર્મદા ગુજરાતની જીવાદોરી છે તેમજ આની પર ડેમ ઝડપથી બનવો જોઇ. પરંતુ જ્યારે નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યા અને એમને આ બીડુ ઝડપ્યું જરૂર પડ્યે ઉપવાસ આંદોલન પણ કર્યા.
Live: Live: ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માં નર્મદા પુજન કરતા મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp https://t.co/UKV5ajMH8k
— BJP Gujarat (@BJP4Gujarat) September 17, 2020
ગયે વર્ષે ડેમને છલોછલ ભરવાની મંજૂરી મળી હતી. જેના લીધે કચ્છ, સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાનાં છેવાડાના ગામો સુધી 700 કિમી દૂર સુધી મા નર્મદાના પાણીને પહોંચાડીને આપણે ગુજરાતની જનતાને તૃપ્ત કરી શક્યા છે. આજે ફરી વખત 338 મીટરથી છલોછલ ડેમ ભરાયો છે.
તેમણે વધુમાં કહ્યું કે, મા નર્મદમાના આશીર્વાદ ગુજરાતને કાયમ મળતા રહેશે. આજના દિવસે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે નરેન્દ્રભાઇને ઘણી શક્તિ આપે. દીર્ઘાયુ આપે, મા ભારતી જગતજનની મળે અને ચારેય દિશાઓમાં ભારત માતાના વિજય પટાકા રેલાય. નરેન્દ્રભાઇનાં નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે એવી આપણને સહુને શ્રદ્ધા છે. તથા નર્મદા સર્વ દે તે ખરા અર્થમાં સાકાર થશે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.