duplicate sign
અમદાવાદ શહેરમાં માતા-પુત્રીના સંબંધોને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પુત્રીએ પોતાની માતાના બેંકના ચેકમાં ખોટી સહીઓ (duplicate sign) કરીને 2.25 લાખ રૂપિયા ઉપાડ્યા છે. જો કે, આ બાદ સહીઓમાં ફેર આવતા બેંક દ્વારા ફોરેન્સિક તપાસ કરવામાં આવી હતી. અને આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તેથી બેંકના મેનેજરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં બેન્ક ધારકની પુત્રી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
SBI બેન્કમાં સમીમ બાનુ શેખનું સેવિંગ એકાઉન્ટ છે, જે એકાઉન્ટ વર્ષ 2017થી ખોલાવવામાં આવેલુ છે. તો ગત તારીખ 2 માર્ચના રોજ સમીમબાનુએ બેંકને લેખિત અરજી કરી હતી કે, તેમના એકાઉન્ટમાંથી ચાર ચેક ઉપર અલગ અલગ તારીખે તેમની પુત્રી અમરીન બુખારીએ ખોટી સહીઓ (duplicate sign) કરી તેમના ખાતામાંથી 2.25 લાખ જેટલા રૂપિયા ઉપાડી લીધા છે.
તેથી બેંકે આ અરજીને આપેલા ચાર ચેકની સહીઓ જોતા એકાંઉટ હોલ્ડર સમીમ બાનુની સહીના નમુનાના હસ્તાક્ષર પ્રમાણે ચેક પર સહી કર્યા હોવાનું જણાયું હતું. જોકે, ચેક ક્લિયરિંગ સમયે કોઇ ગેરસમજ થઇ ન હતી.
જોકે, આ બધી બાબતો વચ્ચે બેંકે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ ચેક નિષ્ણાત પાસે મોકલ્યા હતા. જે તપાસ બાદ નિષ્ણાત ડોક્ટર એક અભિપ્રાય આપી ચેક પર સહીઓ અમરીનની જ હોવાનું જણાવ્યું. તેથી અન્ય કોઈ નહીં પરંતુ બેંક ધારકની પુત્રીએ ખોટી સહીઓ (duplicate sign) કરી બેંક સાથે ઠગાઇ કરી હોવાનું સામે આવ્યું હતું. જેથી વેજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.