Election

આજે ચૂંટણી પંચ દ્વારા બિહાર વિધાનસભા ચૂંટણી (Election) માટે તારીખોની જાહેરાત કરવામાં છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ તારીખો જાહેર કરતા કહ્યું કે, કોરોના કાળની આ પહેલી ચૂંટણી છે. એક બૂથ પર ફક્ત એક હજાર વોટરને મતદાન કરવા દેવાશે.

તેમજ બિહાર વિધાનસભા ચૂંટણી (Election) ત્રણ તબક્કામાં યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 28 ઓક્ટોબર, બીજા તબક્કાનું મતદાન 3 નવેમ્બર, અને ત્રીજા તબક્કાનું મતદાન 7 નવેમ્બરે થશે. જો કે, મત ગણતરી 10 નવેમ્બરે હાથ ધરાશે. 

પહેલા તબક્કાની ચૂંટણી 28 ઓક્ટોબરે યોજાશે જેમાં 16 જિલ્લાની 71 બેઠકો પર મતદાન થશે. તથા 31,000 પોલિંગ બૂથ પર મતદાન થશે. એક ઓક્ટોબરના રોજ આ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

તો બીજા તબક્કાનું મતદાન 10 નવેમ્બરે થશે અને આ મતદાન 17 જિલ્લાની 94 બેઠકો પર યોજાશે. આ માટે 42 હજાર પોલિંગ બૂથ હશે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7મી નવેમ્બરે બાકીની તમામ 78 બેઠકો પર થશે. તથા આ મતદાન માટે 33.5 હજાર પોલીંગ બૂથ બનાવવામાં આવશે. 

ચૂંટણી (Election) પંચ મુજબ એક બૂથ પર એક હજાર મતદારો મતદાન કરી શકશે. તથા પોલિંગ બૂથ પર મતદારોની સંખ્યા ઘટાડવામાં આવી છે. 6 લાખ પીપીઈ કિટ, 46 લાખ માસ્કનો ઉપયોગ થશે. 6 લાખ ફેસ શિલ્ડ, 23 લાખ ગ્લવ્સ, 47 લાખ હેન્ડ સેનેટાઈઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. 7 ફેબ્રુઆરી 2020ના રોજ મતદાતા સૂચિ જાહેર થઈ હતી. 

આ ઉપરાંત ચૂંટણી (Election) પંચે જણાવ્યું કે, આ વખતે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે. કોરોનાકાળમાં નવા સુરક્ષા ધોરણો સાથે ચૂંટણી થશે. બિહારમાં  7.79 મતદારો છે. વોટિંગના છેલ્લા સમયમાં કોરોના દર્દીઓ પણ મતદાન કરી શકશે. 

ચૂંટણી પંચે જણાવ્યું કે રાજકીય પક્ષના કાર્યકરો ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી શકશે, જો કે તેમની સંખ્યા 5થી વધુ નહીં હોય. ઉમેદવારોના નામાંકન દરમિયાન બે વાહનો જ લઈ જવાની મંજૂરી રહેશે. નામાંકન પત્ર ઓનલાઈન પણ ભરી શકાશે. ચૂંટણી પ્રચાર ફક્ત વર્ચ્યુઅલ માધ્યમથી જ થઈ શકશે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024