kankrej
રામ રાખે તેણે કોણ ચાખે કહેવત ને સાર્થક કરતી ઘટના આજરોજ કાંકરેજ (kankrej) તાલુકાના દુદાસણ ગામે બની જ્યાં શિકારી શ્વાનો ના ટોળા માંથી નાનકડા રોઝ ના બચ્ચાં નો આબાદ બચાવ થવા પામ્યો.

બનાસ નદીના કાંઠે આવેલ દુદાસણ ગામ ના નદી પટમાં રખડતા શિકારી શ્વાનો નું ટોળું અવારનવાર ચરતા પશુઓને ઘાયલ કરી મારી ભક્ષ કરતાં હોય છે ત્યારે આજ સવારે એક રોઝ નું બચ્ચું આ ટોળા ના નજરે ચડતા પીછો કર્યો હતો .બચ્ચાએ પોતાનો જીવ બચાવવા ખેતરમાં ઘૂસી ગયું હતું. ત્યાં સ્થાનિક ખેડૂત કાળુભાઇ જોશી, વિરાજી ઠાકોર ,હિતેશ જોષી, મીડિયા રિપોર્ટર ભરત જોષી, ભરત ઠાકોર દ્વારા માંડ માંડ બચ્ચાં નો બચાવ કરવામાં આવ્યો.

આ પણ જુઓ : ચાણસ્મા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ત્રિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
આ બચાવ કાર્યમાં કાળુભાઇ જોષી ને હાથમાં ઇજાઓ પણ થઈ હતી.ત્યારબાદ રોઝના બચ્ચાંને વૈદ્યકીય સારવાર આપવામાં આવી. આ સેવા કાર્ય માં બ્રહ્મસમાજ ના અગ્રણી મહેન્દ્ર ભાઈ જોષી, સુરેશભાઈ જોષી નો પણ ખુબજ સરસ સહકાર મળ્યો.તેમજ જીવદયા પ્રેમી અને ગૌ ભક્ત ભારતસિંહ ઢાભી ની પણ મદત થઈ હતી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.