Amritsar
પંજાબમાં અમૃતસર (Amritsar) જિલ્લામાં રાવણના બદલે રામના પુતળાનું દહન કરવાની એક ઘટના સામે આવી હતી. પોલીસે આ ઘટનામાં સામેલ ૧૪ લોકોની સામે કેસ દાખલ કર્યો છે. જેમાંથી પોલીસે ચારની ધરપકડ કરી છે.
કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇરાદા પૂર્વક રામનું પુતળુ બનાવી તેને સળગાવવામાં આવ્યું હતું. જેનો બાદમાં વીડિયો પણ બનાવામાં આવ્યો હતો અને તસવીરો લીધી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ જતા પોલીસે આરોપીઓને શોધી કાઢ્યા હતા. પોલીસે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને વિસ્તારમાં અશાંતિ ફેલાવવા સહિતના આરોપો હેઠળ કેસ દાખલ કર્યો છે. આરોપીઓના નામ તરલોક, જિતેન્દ્ર, ચંદન, તેનો પુત્ર અંગ્રેજ વગેરે છે.
આ પણ જુઓ : PM મોદીએ કોરોના વેક્સીનને લઈ કરી મોટી જાહેરાત
પોલીસે જણાવ્યું હતું કે અમૃતસરના મનાવાલા ગામમાં કેટલાક શરારતી તત્વો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.