Ahmedabad
અમદાવાદ (Ahmedabad)ના શાહપુરમાં ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકને મળ્યું મોત. ઝગડામાં છૂટા પાડનાર યુવક પર આરોપીઓએ છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. શાહપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ઝહીરૂદીન સૈયદના મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.33 વર્ષીય ઝહીરૂદીન સૈયદ સિલાઈકામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગતરાત્રે મૃતક ઝહીરૂદીન સૈયદ પોતાનું કામ પૂરું કરી ઘરે આવી રહ્યો હતો ત્યારે મૃતકના મોહલ્લામાં ફિરોઝ, આયુબ ,રિઝવાન આ ત્રણ શખ્સ મિત્રને મારી રહ્યા હતા અને મૃતક આ ઝગડો શાંત પાડવા વચ્ચે હતો.
આ પણ જુઓ : નિકિતા તોમરની હત્યાના વિરોધમાં લોકોનો પોલીસ પર પથ્થરમારો
ત્યારે જ ફિરોઝ અને આયુબએ મૃતકને પકડી રાખી રિઝવાન નામના શખ્સે છાતીના ભાગે છરીનો ઘા માર્યો હતો. જેના કારણે મૃતકનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થવા પામ્યું હતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.