Kushinagar
ઉત્તર પ્રદેશમાં એક ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. કુશીનગર (Kushinagar) જિલ્લાના આર્ય સમાજ મંદિર વોર્ડમાં ફટાકડાના ગોડાઉનમાં આજે સવારે ધડાકો થતાં ચાર વ્યક્તિ જીવતી બળી ગઇ હતી. એ સાથે મકાનની એક તરફની દિવાલ પણ ધસી પડી હતી.
આ ફેક્ટરી ગેરકાયદે રીતે ચાલી રહેલી હતી. પોલીસે આપેલી માહિતી મુજબ એક જાવેદના ઘરમાં ગેરકાયદે રીતે ચાલતી ફેક્ટરીમાં ફટાકડા બનાવવામાં આવતા હતા. આજે બુધવારે સવારે ઘરમાં જોરદાર ધડાકો થતા આસપાસનાં મકાનો પણ ધ્રૂજી ઊઠ્યાં હતાં.
આ પણ જુઓ : ધર્મ અને લિંગ આધારિત ભેદભાવને લઇ ફ્રાન્સ લાવશે નવો કાયદો
પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ચારે બાજુ વિસ્ફોટકો, ફટાકડા બનાવવાનો સામાન અને ઇંટનો કાટમાળ પડ્યો હતો. ઘરમાં ચાર વ્યક્તિ હતા જે જીવતા સળગી મરી ગયા.
ઘરના માલિક જાવેદ અને એના પરિવારના ત્રણ સભ્યો જીવતાં બળી ગયાં હતાં. ઉપરાંત એને ત્યાં કામ કરતા બીજા લોકોને પણ નાની મોટી ઇજા થઇ હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.