Nitinbhai Patel
નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી નીતિનભાઇ પટેલે (Nitinbhai Patel) જણાવ્યુ છે કે, આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાને લઇને વર્ગ-૪ ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે તેઓને બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ રાજય સરકારે વર્ગ-૪ ના કર્મચારીઓને રૂા.૩૫૦૦/- ની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.
આ પણ જુઓ : રાજ્ય સરકારના અધિકારી,કર્મચારી પેન્શનરોને દિવાળીની ભેટ
વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, આનો લાભ રાજ્ય સરકારના કર્મચારીઓ, પંચાયતના કર્મચારીઓ, યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના કર્મચારીઓ, બિન-સરકારી શાળાઓ અને કોલેજોના કર્મચારીઓ તથા ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-૪ ના કુલ ૩૦,૯૬૦ કર્મચારીઓને લાભ મળશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.