Chanasma
ચાણસ્મા (Chanasma) તાલુકાના 16 હજાર ખેડુતોને ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ચોમાસું ખેતી નિષ્ફળ થઈ હતી. જેથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ઉપરાંત કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક મહિનાથી ગત વર્ષની રવિ ખેતી અને ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે હાલની મોઘવારીના સમયમાં પરિવારનું પોષણ કરવું પણ મુશ્કેલ બન્યુ હતું.
આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ
આથી આ પરિસ્થિતિને જોઈ રાજ્ય સરકાર દ્વારા ચાણસ્મા તાલુકાના 16 હજાર ખેડૂતોના ખાતામાં અંદાજે 18 કરોડની ચુકવણી કરવામા આવી છે. સરકાર દ્વારા ખેડૂતોને દિવાળી તહેવારો સમયે જ વળતર ચુકવાતાં ખેડૂતોમાં આ્નંદ જોવા મળી રહ્યો છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.