HNGU
પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી (HNGU) ઓફલાઈન પૂરક પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન 8600 છાત્રોમાંથી 7000 હજાર છાત્રોના રજીસ્ટ્રેશન ન થયા હોઈ પરીક્ષાથી વંચિત ન રહે માટે શરૂ થયેલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જયારે રજીસ્ટેશન માટે વધુ 4 દિવસ ફાળવામાં આવ્યા હતા.
જયારે યુનિવર્સિટી દ્વારા બીજો મોકો આપવા છતાં પણ ફક્ત 1500 જેટલા છાત્રોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી હજી પણ કુલ સંખ્યામાંથી 5500 જેટલા છાત્રોએ રજીસ્ટ્રેશન જ કરાવ્યું નથી. રજીસ્ટ્રેશન થયેલ 3126 છાત્રોની 3 ડિસેમ્બરથી પરીક્ષા લેવામાં આવશે.
યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતકમાં નાપાસ થયેલા છાત્રોની ઓફલાઈન પૂરક પરીક્ષા 24 નવેમ્બરથી પરીક્ષા શરૂ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે પરીક્ષા સમયે સેન્ટરો પર રજીસ્ટ્રેશન વગરના છાત્રો પરીક્ષા આપવા આવતા કોલેજો દ્વારા ઇન્કાર કરવામાં આવતા યુનિ. દ્વારા પરીક્ષા મોકૂફ રખાઈ હતી.
આ પણ જુઓ : કોરોનાના ટેસ્ટની કિમત માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત..
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે શરૂ થયેલ પરીક્ષામાં એક પ્રશ્નપત્ર લેવાયું હતું જેથી હવે નવા છાત્રો ઉમેરાતા ફરી પેહલાથી ન લઇ પરીક્ષાના કાર્યક્રમ મુજબ બીજા પેપરથી પરીક્ષા શરૂ થશે અને પહેલું પેપર હતું તે અંતિમ દિવસે લેવાશે. જેમને આપ્યું હતું એમનું ફરી લેવું કે નહીં તે બાબતે હવે નિર્ણય લેવાશે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.