Jamaat ul Mujahideen
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે પશ્ચિમ બંગાળના બીરભૂમિ વિસ્તારમાં છૂપાયેલા જમાત-ઉલ-મુજાહિદ્દીન (Jamaat ul Mujahideen) ના એક આતંકવાદીને ઝડપી લીધો છે. આવતા વરસે એપ્રિલમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી થશે.
છેલ્લા કેટલાક સમયથી વિપક્ષો કોંગ્રેસ અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પોતાની વોટબેંક તગડી રાખવા ગેરકાયદે બાંગ્લાદેશી મુસ્લિમોને પનાહ આપે છે એવો આક્ષેપ સતત કરતા રહ્યા હતા. ઉપરાંત ભાજપના નેતાઓ પર પણ અવારનવાર હુમલા થતા રહ્યા છે. બે દિવસ પહેલાંજ ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાના કાર કાફલા પર પથ્થમારો થયો હતો.
આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો
સિક્યોરિટી દળ હાલ ઝડપાયેલ આ આતંકવાદીની ઓળખ સ્થાપવાના પ્રયાસો કરી રહી હતી. ત્યારબાદ એની પૂછપરછ શરૂ કરાશે. જમાત-ઉલ-મુજાહિદ્દીન બાંગ્લા દેશ સ્થિત એક આતંકવાદી સંસ્થા છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.