Ahmedabad

Ahmedabad

અમદાવાદ (Ahmedabad) માં એક યુવતીને જાહેરમાં તેના પ્રેમી દ્વારા 15 ઝાપટ મારી દેવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. યુવકનાં ત્રાસથી કંટાળેલી યુવતીએ આખરે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

મળતી માહિતી અનુસાર, મુળ રાજસ્થાનની વતની 24 વર્ષીય યુવતી શાહીબાગ પીજીમાં રહે છે અને નરોડા જીઆઇડીસીમાં આવેલી એક બેન્ક શાખામાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. તેના માતા પિતા રાજસ્થાન રહે છે.

17 તારીખની સાંજે બેંકનો સમયગાળો પુર્ણ થયા બાદ શાહીબાગ ખાતે આવેલા પોતાના ઘરે જવા માટે બસ સ્ટેન્ડ પર રિક્ષાની રાહ જોઇને ઉભી હતી. દરમિયાન તેની સાથે મેમ્કો શાખામાં કામ કરતો યુવક યશવંત રાણા આવ્યો હતો. યશવંત અને આ યુવતી લાંબા સમયથી પ્રેમમાં હતા. જેથી યુવતી તેની પાછળ બેસી બંન્ને રિવરફ્રન્ટ ખાતે ગયા હતા.

આ પણ જુઓ : અમદાવાદમાં મહિલાને અપશબ્દો બોલી કપડાં ફાડી નાખી માર માર્યો

યુવતીએ રિવરફ્રન્ટ ખાતે યુવકને જણાવ્યું હતું કે, પોતે તેની સાથે સંબંધમાં આગળ વધારવા નથી માંગતી તેથી જ તે છેલ્લા 15 દિવસથી તેના ફોન નથી ઉપાડતી. જેથી યશવંત ઉશ્કેરાઈ યુવતીને ધડાધડ 15 થપ્પડ મારી દીધી હતી. કંટાળેલી યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024