Supreet Singh Gulati
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી (Supreet Singh Gulati) ના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જનપ્રતિનિધિશ્રીઓના પ્રશ્નોના નિકાલ અને ગત બેઠકના પ્રશ્નોની બહાલી સહિતની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત પાટણના ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર તથા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી વિનુભાઈ પ્રજાપતિ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નોના હકારાત્મક નિકાલ માટે કલેક્ટરશ્રીએ તમામ અધિકારીશ્રીઓને સૂચનાઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં ચર્ચા માટે મુકવામાં આવેલા લોક પ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી હતી.
સંકલન અને ફરિયાદ સમિતિના અધ્યક્ષ અને કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ અધિકારીશ્રીઓને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્યશ્રીઓ સહિતના જન પ્રતિનિધિઓના પ્રશ્નોના નિયત સમયમર્યાદામાં પ્રત્યુત્તર પાઠવવામાં આવે તે આવશ્યક છે.
આ પણ જુઓ : સુરત પાંડેસરામાં જીવનથી કંટાળીને યુવાને ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા
કોરોના વાયરસ મહામારીને ધ્યાને લઈ સામાજીક અંતર જળવાય તે માટે કલેક્ટર કચેરી કોન્ફરન્સ હૉલ ઉપરાંત જિલ્લા પંચાયત કચેરીના કોન્ફરન્સ હૉલમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓ વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર, મદદનીશ કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાનાં સબંધીત મામલતદારશ્રીઓ, ચીફ ઑફિસરશ્રીઓ, અધિકારીગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.