Panchot lake
આજે મહેસાણામાં રોડ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનામાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. મહેસાણાના પાંચોટ તળાવ (Panchot lake) માં કાર ખાબકતાં ત્રણ લોકોના મોત જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
મળતી માહિતી પ્રમાણે મહેસાણાથી ત્રણ લોકો પોતાના ઘરેથી નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે મહેસાણા જિલ્લાના પાંચોટ પાસે ડ્રાઈવરે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી. જેને કારણે કારમાં જ લોકો પાણીમાં ડૂબી જતા 3 લોકોના મોત નીપજ્યાં હતાં.
આ પણ જુઓ : કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ થતા બે મકાન જમીન દોસ્ત ,એકનું મોત
આ ઘટનાની જાણ પોલીસને થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત કારમાં સવાર એક વ્યક્તિનો બચાવ પણ થયો છે. તમામ લોકો શિક્ષક હોવાનું જાણવા મળી રહ્યું છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.