IFFCO

IFFCO

મંગળવારે રાત્રે પ્રયાગરાજના ફૂલપુર ઇફકો (IFFCO) પ્લાન્ટમાં ગંભીર દુર્ઘટના બની હતી. ઇફકો પ્લાન્ટમાંથી એમોનિયા ગૅસનું ગળતર થતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને બીજા 15-17 જણની તબિયત બગડી હતી.

આ પ્લાન્ટમાં યુરિયાનું ઉત્પાદન થતું હતું. પ્લાન્ટના પી વન યુનિટમાંથી એમેાનિયાનું ગળતર થયું હતું. ગૅસ ગળતરથી બે અધિકારી બી પી સિંઘ અને અભયનંદનનું મૃત્યુ થયું હતું. બીજા 15-17 લોકોની તબિયત બગડતાં સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ જુઓ : કોરોના વાયરસના નવા સ્ટ્રેન અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું નિવેદન

ગૅસ ગળતર થતાં જ બી પી સિંઘ રોકવા તરત દોડી ગયા હતા પરંતુ ત્યાં જ તે ઢળી પડયા હતા. બી પી સિંઘને બચાવવા દોડેલા અભયનંદન પણ ત્યાં ઢળી પડ્યા હતા.ગળતર વધી જતાં ત્યાં હાજર રહેલા પંદર કર્મચારી બેહોશ થઇને પડી ગયા હતા.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024