Nal Se Jal
સરકારે ગેરકાયદેસર નળ કનેકશનો ને કાયદેસર કરવા માટે “નલ સે જલ” (Nal Se Jal) યોજના શરૂ કરી છે. માત્ર રૂ 500માં ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર કરી અપાય છે. પરંતુ પાટણ શહેરમાં માત્ર 25 ટકા લોકોએ કનેક્શન કાયદેસર કરાવ્યા છે. જેથી સરકારે વધુ એક તક આપી આ યોજનાની મુદત 31 માર્ચ સુધી લંબાવી છે.
અગાઉ ગેરકાયદેસર નળ કનેકશનો કાયદેસર કરાવવા માટે રૂ.3750 દંડ લેવાતો હતો પરંતુ હવે “નલ સે જલ” યોજનામાં માત્ર રૂ 500માં ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર કરીઆપવામાં આવી રહ્યા છે. પાટણમાં અંદાજે 5000 નળ કનેકશનો ગેરકાયદેસર છે.
ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ આ અંગે જણાવ્યું હતું કે દબાણ કે ઝુંપડપટ્ટીમાં રહેતા લોકો પણ પાણીનું જોડાણ મેળવી શકશે. માર્ચ માસ બાદ ગેરકાયદેસર નળ કનેકશન ધરાવતા લોકો સામે ડોમેસ્ટિક વોટર સપ્લાય એકટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે અને એકટ માં કડક જોગવાઈઓ કરેલી છે.