Corona vaccine
કેન્દ્ર સરકારે કોવિશિલ્ડ અને કોવૈક્સીનને ઇમર્જન્સી મંજુરી આપી દીધી છે. સરકારી સુત્રોનાં જણાવ્યા પ્રમાણે વેક્સિન (Corona vaccine) નાં પરિવહન માટે સરકારે યાત્રીક વિમાનોને મંજુરી આપી દીધી છે. કાલથી કોવિડ-19 વેક્સિનનું પરિવહન શરૂ થઇ જશે.
આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને ગુરૂવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં આરોગ્ય પ્રધાનો સાથે વિડિયો કોન્ફ્રેન્સિંગ દ્વારા બેઠક યોજી જેમાં કહ્યું કે શુક્રવારથી 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડ્રાય રન શરૂ થશે.
આ પણ જુઓ : પોલીસ કર્મચારીનો નિયમોનો ભંગ કરતો વિડિઓ વાઇરલ થતા સસ્પેન્ડ કરાયા
પુણે કેન્દ્રીય કેન્દ્ર હશે જ્યાંથી વેક્સિનનું વિતરણ કરવામાં આવશે. દેશભરમાં 41 ગંતવ્યોને રસીનાં વિતરણ માટે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. ઉત્તર ભારત માટે દિલ્હી અને કરનાલને મની હબ બનાવવામાં આવશે. પુર્વીય વિસ્તાર માટે કોલકાત્તા હબ હશે, આ પુર્વ ભારત માટે એક નોડલ બિંદુ પણ હશે, દક્ષિણ ભારત માટે ચેન્નઇ અને હૈદરાબાદ હશે.