Rajasthan

રાજસ્થાન (Rajasthan) ના સીકર જિલ્લામાં દાંતારામગઢ વિસ્તારમાં શુક્રવારે ચોંકાવનાર ઘટના બની હતી. 21 વર્ષના યુવકે પોતાના દસ વર્ષના પિતરાઇ ભાઇની ગરદન બ્લેડ વડે કાપી નાખી હતી.

શુક્રવારે બપોરે દસ વર્ષનો ઉત્તમ આલોરિયા પોતાના ઘરથી એક કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં પોષક આહાર લેવા જઇ રહ્યો હતો. એને જોતા જ મોટાભાઇએ એને પકડીને જૂના પટવાર ઘર પાસે બ્લેડથી એનું ગળું કાપી નાખ્યું હતું. હાજર રહેલી ભીડે એને પકડી લીધો હતો.

હત્યારાને પકડનારા લોકોએ ખાચરિયાવાસ પોલીસ ચોકી અને દાંતારામગઢ પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની જાણ કરી હતી. ઉત્તમનું ગળું કાપી રહ્યો હતો એ વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ ગઇ હતી. પોલીસે  કહ્યું કે બંને પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી હુંસાતુંસી ચાલી રહી હતી. વરસોથી એક બીજા પર આ લોકો જાદુ ટોણાના આક્ષેપ પણ કરતા હતા. આરોપી કૈલાસ ચંદે પોતાનો ગુનો કોઇ ખંચકાટ વિના કબૂલી લીધો હતો.

આ પણ જુઓ : મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી

હત્યારા કૈલાસ ચંદે કહ્યું કે હું નાનો હતો ત્યારથી મારા કાકા મારી સતત મજાક ઊડાવતા હતા. એમને કારણે હું ભણી પણ ન શક્યો. કાકાના વર્તનથી હું ખૂબ નારાજ હતો એટલે એના છોકરાને પતાવી નાખ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024