Varanasi
ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi) માં ભાજપના પૂર્વ ધારાસભ્યને છેડતીના આરોપોને કારણે લોકોએ માર માર્યો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય માયા શંકર પર એક વિદ્યાિર્થનીએ છેડતીનો આરોપ લગાવ્યો હતો જેથી. વિદ્યાિર્થનીના પરિવારજનો કોલેજ પહોંચી હાજર માયા શંકરની તેઓએ મારપીટ કરી હતી.
મારપીટનો વીડિયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. માયા શંકર હાલ એમપી ઇંસ્ટીટયૂટ એંડ કંપ્યૂટર કોલેજ નામથી ઇંટર કોલેજ ભગતુઆ ગામમાં ચલાવી રહ્યા છે.
આ પણ જુઓ : AHMEDABAD : ગાળો બોલવાની ના પાડતા માથામાં માર્યા છરીના ઘા
માયા શંકર પર આરોપ છે કે તેઓએ પોતાની ઓફિસમાં બોલાવીને એક વિદ્યાિર્થની સાથે અશ્લિલ હરકતો કરી છેડતી કરી હતી. વિદ્યાિર્થનીએ સમગ્ર ઘટનાની જાણકારી પરિવારજનોને આપતા ટોળુ કોલેજ પહોંચી માયાશંકરને માર માર્યો હતો. માયા શંકર પાઠકે બાદમાં માફી માગવી પડી હતી. હાલ વારાણસી પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.