મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત સેમિનાર આંબેડકર ભવન ખાતે યોજવા માં આવ્યો હતો.

જેમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે.પારેખ સાહેબ મહિલા અને બાળ અધિકારી શ્રી સુલોચનાબેન પટેલ દહેજ પ્રતિબંધક તેમજ સહ રક્ષણ અધિકારી શ્રી રમીલાબેન રાઠોડ પ્રોગ્રામ ઓફિસર શ્રી રમીલાબેન ચૌધરી. એડવોકેટ જ્યોસ્તના બેન નાથ તેમજ મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો

કાર્યક્રમ માં ઊપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી .કે પારેખ દ્વારા દ્વારા પ્રાસંગીક ઉદબોધન કરવા માં આવ્યું અને દહેજ પ્રતિબંધક અધિકારી રમીલાબેન રાઠોડ તેમજ જ્યોસના બેન દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ વિશે વિસ્તૃત માહિતી આપવા માં આવી.

આ અધિનિયમ હેઠળ તેમને ક્યાં ક્યાં પ્રકાર ની મદદ મળૅ તે વિશે માહિતી અને મહિલા લક્ષી કાયદા ઓ ની વિસ્તૃત માહિતી ત્યાં હાજર લોકો ને માહિતી આપવા માં આવી તેમજ સેમિનાર માં મહિલા અને બાળ અધિકારી ની કચેરી માં કાર્યરત વ્હાલી દીકરી યોજના ના તમામ તાલુકા ના કેમ્પ નું પણ આયોજન કરવા માં આવેલ

જેમાં તમામ તાલુકા ના વ્હાલી દીકરી યોજના ના ફોર્મ સ્વીકારવા માં આવ્યા તેની ચકાસણી કરી ને હુકમ વિતરણ પણ કરવા માં આવ્યા આ કાર્યક્રમ માં એમ. એસ.કે સ્ટાફ.વન સ્ટોપ સેન્ટર સ્ટાફ .પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટર.સ્ટાફ તેમજ વી.એમ.કે.સ્ટાફ હાજર રહ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024