સાંતલપુર તાલુકામાં કચ્છના મોટા રણમાં રોઝુ ગામની હદ નજીક પાંચ દિવસ પહેલા મૃત્યુ પામેલા ઘુડખરના ત્રણ મૃતદેહો મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જેના પગલે વન વિભાગ દ્વારા ઘુડખરના મૃત્યુ અંગે તપાસ હાથ ધરી હતી અને આસપાસના વિસ્તારોમાં સર્વે કરી વધુ ઘુડખરોના મોત થયા છે કે કેમ તે અંગે તાપસ હાથ ધરી હતી.
- મઢુત્રા જંગલ વિસ્તાર ની હદ માંથી 3 ઘુડખર ગધેડા ના મૃત દેહ મળી આવેયા…..
- ઘૂડ ખર ગધેડા ના મૃત દેહ ને લઈને પશુ પ્રેમીઓની તંત્ર સામે લાલ આંખ…..
- હજારો હેક્ટર માં ઘુડખર અભિયારણ અને જંગલ વિસ્તાર ની ત્રીજીયા આવેલ છે…..
- 3 ઘુડખર ગધેડા નું મૃત્યુ નું કારણ હજુ સુધી અંક બંધ…..
કચ્છના મોટા રણમાં જોવા મળતા ઘુડખરો વિશ્વમાં બીજે કયાંય જોવા મળતા નથી અને સરકાર દ્વારા પણ આ ઘુડખરોને શિડયુલ વનના પ્રાણીઓમાં સ્થાન આપ્યું છે અને આ વન્ય જીવો માટે અભ્યારણ વિસ્તાર આરક્ષિત રાખવામાં આવ્યો છે.
જેમાં ત્રણ ઘુડખરોના મોત થતા વન્ય પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. અને વન્યપ્રેમીઓ દ્વારા હજુ પણ વધુ ઘુડખરોના મોત થયા અંગેની જાણકારી મળતા વન વિભાગની ટીમ દ્વારા બે દિવસથી શોધખોળ હાથ ધરી હતી.
- ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડના કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માધ્યમિકના પાંચ શિક્ષકોને એવોર્ડ એનાયત
- ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના કર્મચારીઓને OPS મા સમાવેશ કરવા ની સત્તાવાર રીતે થયેલ જાહેરાતની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ
- ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી ધર્મેન્દ્રસિંહને ખેડૂત પુરસ્કાર શ્રી ગોવિંદભાઈ મેમોરિયલ એવોર્ડ ૨૦૨૪ થી કરાયા સન્માનિત