કેન્દ્રની ભાજપ સરકારના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળ સાત વર્ષના સુશાસનની ઉજવણી ભારત ભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ભારતીય જનતા યુવા મોર્ચા પાટણ શહેર અને સરસ્વતી તાલુકા દવારા વૈશ્વિક કોરોના મહામારીમાં રકતની અછત ન સર્જાય તે માટે વધુમાં વધુ લોકો રકતદાન એજ મહાદાનમાં સહભાગી બને તેવા શુભ આશયથી આજરોજ રેડક્રોસ ભવન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રકતદાન કેમ્પમાં મોટીસંખ્યામાં પાટણ અને સરસ્વતી તાલુકાના યુવાનોએ બ્લડ ડોનેટ કરી રકતની અછત ન સર્જાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે યુવામોર્ચાના નિલેશ રાજગોરે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકારના સફળતાના સાત વર્ષ પૂર્ણ થતાં સુશાસનની ઉજવણીના ભાગરુપે સમગ્ર દેશમાં પચાસ હજાર બ્લડ ડોનેશન કેમ્પ કરવાનો લક્ષયાંક કરવામાં આવ્યો હતો જેના ભાગરુપે ગુજરાત પ્રદેશ યુવા ભાજપ દવારા દરેક જીલ્લાઓમાં બ્લડ ડોનેશનના કાર્યક્રમો થઈ રહયા છે

ત્યારે આગામી સમયમાં ૧૮ થી ૪૪ વર્ષના લોકો માટે વેકસીનેશનનો કાર્યક્રમ થનાર છે તે પૂર્વે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી કોરોનામાં બ્લડની અછત ન સર્જાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હોવાનું જણાવી સવાર સુધીમાં રપ બોટલો રકતની બોટલો એકત્રિત થઈ હોવાનું જણાવી ૬૧ બોટલનો ટાર્ગેટ હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024