દશાવાડા-નેદોડા માર્ગ પર સીએનજી ગેસ ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત..

કાકોશી પોલીસે લાશનું પંચનામું કરી પીએમ અર્થે લાશને પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી..

મૃતક યુવાનના કુટુંબી ભાઈના બે દિવસ પૂર્વે લગ્ન હોય લગ્નનો માહોલ શોકમાં ફેરવાયો…

પાટણ જિલ્લાના હાઈવે માર્ગો પર પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહનો હંકારતા ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જીને અનેક નિર્દોષ માનવ જીંદગીને મોતના મુખમાં ધકેલી રહ્યા છે ત્યારે સોમવારના રોજ સિદ્ધપુર તાલુકાના દશાવાડા-નેદ્રોડા માર્ગ પર સીએનજી ગેસ ભરીને જઈ રહેલા ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલક આશાસ્પદ યુવાનનું ગંભીર ઇજાના કારણે મોત નીપજયું હતું.

આ માગૅ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ સિધ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે રહેતા ઠાકોર લાલાજી મદારજી સોમવારના રોજ બાઇક લઇને પાટણ આવી રહ્યા હતા ત્યારે દશાવાડા નેદ્રોડા માર્ગ પર થી પસાર થઇ રહેલા સીએનજી ગેસ ભરેલા ટેન્કર ચાલકે તેઓને સામેથી ટક્કર મારતા લાલાજી ઠાકોર ને ગંભીર ઈજાઓ થતાં તેઓનું કરૂણ મોત નીપજ્યું હતુ.જોકે અકસ્માત સર્જી સીએનજી ગેસ ટેન્કર ચાલક પોતાનું ટેન્કર સ્થળ પર મૂકી પોલીસ મથકે હાજર થયો હતો.

આ બનાવની કાકોશી પોલીસે સ્થળ પર પહોંચી લાશ પંચનામું કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર લાલાજી ઠાકોરના કુટુંબી ભાઈના બે દિવસ પૂર્વે લગ્ન હોય આ અકસ્માતના પગલે લગ્ન ની ખુશીનો માહોલ શોકમાં પલટાઇ જવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024