પાટણમાં સોમવારે વોર્ડ નંબર-૭ માં મીરા દરવાજા પાસે આવેલ્ા રામદેવ પાર્ક સોસાયટીમાં કુલ ૧૯ મકાનો આવેલ છે. એક બાજુ મારુતીપાર્ક અને બીજી બાજુ અમરપાર્ક સોસાયટી આવેલ છે. રામદેવ પાર્ક સોસાયટીનો મુખ્ય રસ્તો બન્નો સોસાયટી વચ્ચેથી નીકળતો હોઈ તમામ રહીશો આ રસ્તા પરથી પોતાના વાહનો લઇ પસાર થાય છે.
પરંતુ હાલમાં આ રસ્તો બન્નો સોસાયટીના રહીશો દ્વારા જાહેર રસ્તા ભોગવટાની શરતોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરી દીધો હોઈ રામદેવ પાર્ક સોસાયટીના રહીશોને અવર જ્વર કરવામાં ભારે મુશ્કેલી સર્જતાં પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં રસ્તો ખુલો કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટર આેફિસમાં રજુઆત કરવામાં આવી હતી.