પાટણ તાલુકા સબોસણ ગામના ગરીબ પરીવારના બાળકની મજબુરી ની છે આ વાત. નામ છે પ્રજ્ઞેશ પટેલ ભણવામાં બહુજ હોશીયાર પણ પિતા છુટક મજુરી કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. મજબુરી તેને હેરાન કરે છે. ભણવું છે પણ પરીવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી બે દિવસ પહેલા વોટ્સએપ મા મદદ માટે મેસેજ ફરતો થયો હતો અને ડાહ્યાભાઈ નો અંતર આત્મા મદદ માટે આગળ આવ્યો.
સમાજ ને ખબર પડતાં સંખારીના વતનની આદર્શ હાઈસ્કુલ ના આચાર્ય એવા ડાયાભાઈ પટેલે આ બાળકને અભ્યાસ અથૅ મદદરૂપ થવાની ધો ૧૧/૧૨ સાયન્સ ની તમામ મદદ સાથે ટ્યુશન ની પણ મદદ કરી આજે પાટણ ની પ્રભુતા મહેકાવી દીધી ડાયાભાઈ પટેલે.
મેવા મળે કે ન મળે મારે સેવા ગરીબ સમાજની કરવી છે.
મુકિત મળે કે ના મળે મારે સેવા ગરીબ સમાજની કરવી છે.
ડાયાભાઈ પટેલે આદશૅ હાઈસ્કુલ ના આચાર્યએ બેતાલીસ સમાજના ગ્રુપમાં એક ભણવામાં માટે ગરીબ પરીવારના બાળક ને મદદરૂપ થવાનો મેસેજ ફરતો થયો અને બેતાલીસ બંધુઓની જાણે મદદ ની ગંગા વહેતી થઈ હોય તેમ એક ઉપર એક કોલ આવ્યા. પછી ન્યાય કોને આપવો તે થયું પરંતુ ન્યાય ના હિતમાં વહેલા તે પહેલાના ધોરણે ડાયાભાઈ પટેલનો પહેલો કોલ આવેલો કે આ બાળકને જે કંઈ ધો ૧૧/૧૨ માં જે જોઈએ તે ટ્યુશન ગણવેશ સહીત ની તમામ મદદ હું કરીશ તેવી માન સન્માન સાથે ખાત્રી આપેલી
આ બાળક ના પિતા ભાવુક થઈ ગયા અને બોલ્યા કે ભગવાને મને અન્યાય કર્યો છે મારે મારા આવા ફુલ જેવા બાળકને ભણાવવા ભટકવું પડે છે. પણ ડાયાભાઈ સાહેબનુ સારુ થજો કે મારા બાળકને મદદ કરી ભગવાન તેમને ખુબ ખુબ આપશે. એક ગરીબ પરીવારને ડાયાભાઈ પટેલે મદદ કરી સમગ્ર સભ્ય સમાજ એવા સંખારી ગામનું પરીવારનું નું ગૌરવ વધાર્યુ.