કોરોના ના પગલે આજે ધંધા રોજગાર પર માઠી અસર વર્તાઈ છે તેવા માં કોંગ્રેસ મહેસાણા વેપારીઆે ની વ્હારે આવીને તેમને નગરપાલિકા હસ્તક ની દુકાનો અને તેમાં આપવામાં આવતા ટેક્સ માં રાહત મળે તે માટે ના પ્રયાસ સાથે આજે મહેસાણા નગરપાલિકા સહિત જિલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી.
જેમાં મહેસાણાના રેલવે સ્ટશન રોડ, ગાંધી શોિપગ સહિત નગરપાલિકા ની નીચે સહિત તળાવ પાસે ના વેપારીઆે ને કોરોનાના કપરા સમય માં ટેક્સ સહિત ભાડું ન લોવામાં આવે તે માટે રજુઆત કરાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણાના વેપારીઆે તમામ નગરપાલિકા કરતા સૌથી વધુ વ્યવસાય વેરો મહેસાણા નગરપાલિકામાં ભરતા હોય છે.