પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ સહિત ૧૦૮ના નામથી ઓળખાતા રણછોડભાઈ દેસાઈના જન્મદિનને લઈ પાટણ તાલુકા ભાજપ સહિત વિવિધ સામાજીક અને સ્વૈચ્છીક સંસ્થાઓ અને વિવિધ સમાજો દવારા વિવિધ સેવાકીય કર્યો કરી તેઓના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
ત્યારે બાલીસણા મુસ્લિમ સમાજ દવારા પ્રથમ વખત રણછોડભાઈ દેસાઈના જન્મદિનને લઈ બાલીસણા ગામ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું ધારપુર બ્લડ બેંકના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દિબાજ ગૃ્રપના ચેરમેન અને મુસ્લિમ સમાજના આગેવાન ઉમરખાન રાઉમાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રીત કરાતાં તેઓ બ્લડ ડોનેશન કેમ્પમાં ખાસ હાજર રહયા હતા.
ત્યારે બાલીસણા મુકામે આયોજીત કરાયેલા બ્લડ ડોનેશન કેમ્પની રણછોડભાઈ દેસાઈએ મુલાકાત લેતાં તેઓનું બાલીસણા મુસ્લિમ સમાજ દવારા સાલ અને બુકે દવારા ઉમળકાભેર સ્વાગતની સાથે સન્માન કરી તેઓના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
તો રણછોડભાઈ દેસાઈની સાથે ઉપસ્થિત રહેલા પાટણ તાલુકા ભાજપના પ્રમુખ મગનભાઈ દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલા સહિતના આગેવાનોનું પણ બુકે અને સાલ દવારા સન્માન કરવામાં આવ્યું હતું.
બાલીસણા પીએસઆઈએ પણ બ્લડ ડોનેશનની મુલાકાત લેતા તેઓનું પણ મુસ્લિમ સમાજ દવારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બાલીસણા ગામના મુસ્લિમ સમાજના યુવાનોએ મોટીસંખ્યામાં બ્લડ ડોનેટ કરાતાં પ૭ જેટલી બોટલો રકત એકત્રિત કરી રણછોડભાઈ દેસાઈની સમાજ ઉપયોગી કાર્ય કરી તેઓના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાલીસણા ગામના મુસ્લિમ આગેવાન અહેમદભાઈ શેખે બ્લડ ડોનેશન કેમ્પને લઈ પોતાના પ્રતિભાવો વ્યકત કર્યો હતા.
દિબાજ ગૃ્રપના ચેરમેન અને મુસ્લિમ સમાજના આગેવાન ઉમરખાન રાઉમાએ મુસ્લિમ સમાજ દવારા રણછોડભાઈ દેસાઈના જન્મદિન પ્રસંગે આયોજીત કરાયેલા બ્લડ ડોનેશન કેમ્પ બાબતે અભિનંદન પાઠવ્યા હતા અને આગામી સમયમાં જરુર પડે ત્યાં મુસ્લિમ સમાજે ઉભા રહેવાની પણ ખાતરી આપી હતી.