હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવિર્સટી દ્વારા કોરોના ની વૈશ્વકિ મહામારી ને ધ્યાનમાં રાખીને આેક્ટોબર ડિસેમ્બર ર૦ર૦ ની બાકી રહેલી અનુ સ્નાતક, સ્નાતક અને સેમ-૧ની બીજા તબક્કાની પરીક્ષાઆેનો ગત તા. ૧૯ જૂનના રોજ થી આેનલાઇન પ્રારંભ થયો છે.
આેનલાઇન પરીક્ષામાં અંદાજિત ૬૪, હજાર જેટલા વિધાર્થીઓ નોંધાયા છે જેમાંથી પ૦ જેટલાં વિધાર્થીઓ આેનલાઇન પરિક્ષા આપી રહ્યા હોવાનું પરિક્ષા નિયામક ડો.મિતુલ દેલીયાએ જણાવ્યું હતું. વધુમાં તેઆેએ આેનલાઇન પરિક્ષા બાબતે માહિતી આપતા જણાવ્યું હતું કે ગતવર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે આેનલાઇન પરિક્ષામાં નહિવત સમસ્યા ઉદભવવા પામી છે
જે સમસ્યા યુનિવિર્સટી કે એજન્સી ની નહી પરંતુ વિધાર્થીઓને ટેકનિકલપ્રશ્નો તેમજ વિધાર્થીઓની નિષ્કાળજી ને કારણે તેઆેને મેસેજ ન મળ્યો હોય જેવી સમસ્યાઆે ઉદભવવા પામી હોવાનું તેઆેએ જણાવ્યું હતું.
તો આ સમસ્યાના નિવારણ માટે પણ યુનિવિર્સટી પરિક્ષા વિભાગ દ્વારા કુલપતિ સાથે વિચાર વિમર્શ કરી યોગ્ય નિરાકરણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતુ.