પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દૂષિત અને દુગઁધ યુક્ત પાણી આવતું હોવાની સમસ્યાની સાથે સાથે ભૂગર્ભના ગટરના ગંદા પાણી ઉભરતા હોવાની પણ બુમરાડ શહેરીજનોમાં ઉઠવા પામી છે ત્યારે સોમવારના રોજ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા રહીશોએ ભૂગર્ભ ગટર ઉભરાવવાના મામલે નગરપાલિકા ખાતે હલ્લાબોલ મચાવી સત્તાધીશો વિરુદ્ઘ સૂત્રોચ્ચાર કરી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી.
શહેરના ટીબી ત્રણ રસ્તા નજીક આવેલ શિવકૃપા સોસાયટીમાં છેલ્લા પાંચેક માસથી ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતાં અને આ દુષિત પાણી પોતાના ઘરોમાં બેક મારવાની સમસ્યા ઉભી થવા પામી છે આ વિસ્તારના રહીશો દ્વારા અનેક વખત નગરપાલિકાના સત્તાધીશો તેમજ વિસ્તારના કોપોરેટર ને અવગત કરાયા હોવા છતાં આજદિન સુધી આ સમસ્યાનું નિરાકરણ ન આવતા રહીશો દ્વારા સોમવારના રોજ નગરપાલિકા ખાતે હૡાબોલ મચાવી સત્તાધીશો વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
રહિશોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલે હૈયાધારણ આપતાં જણાવ્યું હતું કે ઉપરોક્ત વિસ્તારની સમસ્યા નું નિરાકરણ આગામી દસ દિવસની અંદર કાયમી ધોરણે લવાશે. તેઆેએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં રહેતા ધારાસભ્ય ના ઘર પાસે ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પણ નગરપાલિકાના એિન્જનિયર અને ચીફ આેફિસર સાથે ચર્ચા કરી તેનો પણ કાયમી નિકાલ કરવામાં આવવાની હૈયાધારણા આપી હતી.